તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાન રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાન તાલુકામાં દારૂ અને જુગારની બદીને ડામવા પોલીસ ઠેર ઠેર દરોડા કરી રહી છે ત્યારે થાન રેલ્વે સ્ટેશન પાસે જાહેરમાં અમુક શખ્સો ગોળ કુંડાળુ વડી તીનપત્તીનો જુગાર રમી રહ્યાં હોવાની બાતમીના આધારે થાન પીએસઆઇ સહીતની પોલીસ ટીમે દરોડો કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પરંતુ પૂર્વ તૈયારી સાથે આવેલી પોલીસ ટીમે જુગાર રમી રહેલા સુરેશભાઇ બાબુભાઇ ધામેચા જાતે, કનુભાઇ કેશુભાઇ પરમાર, મનોજભાઇ કાનજીભાઇ રાઠોડ, ભરતભાઇ ચતુરભાઇ શ્રીમાળી અને પંકજભાઇ ભલાભાઇ વાઘેલાને ઝડપી લીધા હતા. પોલીસે જુગાર રમી રહેલા શખ્સો પાસેથી કુલ રોકડા રૂપિયા 15,200 તથા જુગાર રમવાનું સાહીત્ય સહીતનો મુદ્દામાલ કબજે કરી તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ એન.સી.પરમાર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...