પોતાના કલાસીસમાં શિક્ષણ લેવા આવતી વિદ્યાર્થિનીઓને લલચાવી ફોસલાવીને ભગાડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાના કલાસીસમાં શિક્ષણ લેવા આવતી વિદ્યાર્થિનીઓને લલચાવી ફોસલાવીને ભગાડી જવાનો ગુનો કરવામાં માસ્ટર લંપટ શિક્ષક ચોટીલાની યુવતીને પણ ભગાડીને ઓગસ્ટ 2018માં લઇ ગયો છે. આ બનાવની તપાસ તાજેતરમાં સીબીઆઇને સોપવામાં આવી છે. પરિણામે સીબીઆઇએ તપાસનો ધમધમાટ કરીને ગુરૂવારે ચોટીલામાં ઘામા નાખ્યા હતા.

મૂળ વડોદરાના વતની ધવલ ત્રિવેદીએ 2018ના વર્ષમાં ચોટીલા શાસ્ત્રીનગરમાં ટયુશન કલાસ ખોલ્યા હતા. તેના કલાસમાં આવતી નિધી મુકેશભાઇ નામની યુવતીને 11 ઓગસ્ટ 2018ના રોજ ભગાડીને લઇ ગયો હતો.નામ અને વેશ બદલો કરીને લોકોને ગુમરાહ કરવામાં માસ્ટર માઇન્ડ એવા ધવલને પકડવા માટે પોલીસે ઘણી દોડધામ કરી હતી. પરંતુ કોઇ તેનો કે યુવતીનો કોઇ પતો લાગ્યો ન હતો. આથી આ કેસની તપાસ તાજેતરમાં સીબીઆઇને સોપવામા઼ આવી છે. આરોપી શિક્ષક વિશેની તમામ જીણી જીણી વિગતો લેવા માટે સીબીઆઇની એક ટીમ ગુરૂવારે સર્કિટ હાઉસ ખાતે આવી પહોચી હતી. અને કાગળનો અભ્યાસ કરવાની સાથે આરોપીની કરમ કુંડળીની પણ વિગતો મેળવી હતી. સીબીઆઇની તપાસ ખૂબ જ ખાનગી રાહે ચાલતી હોય અધીકારીઓએ વધુ વિગતો આપી નહોતી.

અન્ય સમાચારો પણ છે...