તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલાવાડમાં વાદળો ઘેરાતાં ખેડૂતો ચિંતિત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વધુ દિવસ આવું વાતાવરણ રહે તો જીરુંને પાણી ન આપવું : તંત્ર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે શિયાળુ વાવેતરમાં ધરખમ વધારો થતાં 2,12,502 હેક્ટર જમીનમાં જીરૂ, ઘઉં, ચણા, ઘાસચારો, વરીયાળી સહીતના પાકોનું વાવેતર કર્યું છે. દિવાળી સુધી સતત વરસેલા વરસાદથી ઉનાળું વાવેતર તો સાવ નિષ્ફળ ગયું હતું અને ખેડૂતોને હવે શિયાળું વાવેતરમાં કાંઇક ઉપજ આવવાની આશા હતી. ત્યારે રવિવારે ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયા બાદ સોમવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને વહેલી સવારથી આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઇ જતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જેને લઇને ખાસ કરીને શિયાળુ પાકમાં જીરૂને વધુ નુકસાન થવાની શક્યતાને લઇને ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી. અને જો થોડો વરસાદ પણ વરસે તો ખેડૂતોએ ઉગાડેલા પાક પર પણ પાણી ફરી વળે તેવી સ્થિતી સર્જાઇ હતી.

15 લીટર પાણીએ 40 ગ્રામ મેનકોમઝ દવાનું મિશ્રણ કરી છંટકાવ કરો
ઝાલાવાડમાં સોમવારે વહેલી સવારથી આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઇ જતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

જીરુંના પાકને નુકસાન થઇ શકે
ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીએ જણાવ્યું કે, આ વાતાવરણથી જીરૂના પાકને નુકસાન થઇ શકે છે, જેથી પાકને પાણી આપવાનું બંધ કરી દર 15 લીટર પાણીએ 30 થી 40 ગ્રામ મેનકોમઝ દવાનું મિશ્રણ કરી છંટકાવ કરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો