તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિડીમાં પાસે કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ પોલીસને શનિવારે મળેલી બાતમીના આધારે તાલુકાના કીડીથી એંજાર જવાના રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે એક કાર, 912 બોટલ દારૂ સહિત કુલ1,31,200ના મુદ્દામાલ સાથે દેગામના એક શખ્સને ઝડપી લીધો હતો.

હળવદ પંથકમાં દારૂની હેરાફેરી કરતા હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળતાર પોલીસ દ્વારા પીઆઈ એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે અરસામાં વિજયભાઈ છાસીયાને મળેલ બાતમીના આધારે તાલુકાના કિડીથી એંજાર જવાના રસ્તા પર વોચ ગોઠવી હતી.

જેમાં કાર શંકાસ્પદ રીતે પસાર થતા તેને અટકાવી તપાસ કરાતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. કારમાંથી વિદેશી દારૂના 912 ચપલા રૂ.91,200 તથા કાર કિમત રૂ.40 હજાર સહિત 1,31,200ના મુદામાલ સાથે પાટડીના દેગામના અમૃતભાઈ વીઠલભાઈ પ્રજાપતિને ઝડપી લઈ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...