તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લીમાં દલિત સમાજની દીકરીની હત્યા કરનારાને ફાંસી આપો : તંત્ર સમક્ષ રજૂઆત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં દલીત સમાજની દિકરીનું અપહરણ કરી હત્યા કરવાનો બનાવ બનતા સુરેન્દ્રનગર જિલ્લાના દલીત સમાજમાં પણ રોષની લાગણી ફેલાઇ છે. અને સુરેન્દ્રનગર સ્વયમ સૈનિક દળના કાર્યકરોએ ઉગ્ર સુત્રોચ્ચાર સાથે તેમજ ભારતીય વિધાર્થી મોર્ચાના કાર્યરોને કલેક્ટર કચેરીમાં લેખીત આવેદન પાઠવી હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી હતી.

રોષે ભરાયેલા સ્વયમ સૈનિક દળના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં ન્યાયની માંગ સાથે લેખીત આવેદન પાઠવ્યું હતું. તેમજ ભારતીય વિધાર્થી મોર્ચા દ્વારા આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી જસ્ટીસ ફોર કાજલના બેનરો સાથે મૌન રેલી યોજી હતી. તેમજ આવેદન પાઠવતા જણાવ્યું હતું કે સરકાર અને પોલીસ તંત્રની ઢીલી નિતીના કારણે ગુંડાતત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. અને ભોગ બનનાર દિકરીના માતા-પિતાની ફરીયાદ પણ ન લેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અવારનવાર બનતી આવી ઘટનાઓ અટકાવવા સરકાર દ્વારા હત્યાના ગુનામાં સંડાવયેલા તમામ શખ્સોને ફાંસીની સજા કરે તેવી માંગ કરી હતી.તેમજ જેએનયુમાં હુમલો કરનાર શખ્સો વિરૂધ્ધ દેશદ્રોહનો ગુનો નો઼ધવા અને એલઆરડી ભરતી પ્રક્રિયા બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

સાયલા : સાયલાના સ્વયમ સૈનિક દળના આગેવાનો દ્વારા અરવલ્લીના મોડાસા તાલુકાના સાથરા ગામે દલિત સમાજની દિકરીનું અપહરણ કરી ચાર પાંચ દિવસ સુધી ગોંધી રાખીને વડલા ઉપર લટકાવીને હત્યા કરવાના બનાવ બાબતે આવેદન આપ્યુ હતુ. જેમાં પોલીસ ફરીયાદ દાખલ કરી આરોપીઓને ફાસીની સજા મળે તે બાબતે આવેદન આપ્યું હતુ. આ ઉપરાંત દેશમાં વારંવાર બંધારણ વિરોધી કૃત્યો થઇ રહ્વા હોવાનું પણ જણાવાયુ હતુ.

લીંબડી | લીંબડી અને ચુડા દલિત સમાજના આગેવાનોએ મોડાસા તાલુકાના સાયરા ગામે યુવતીની સાથે બનેલ ઘટનાને દલિત સમાજે વખોડી કાઢી હતી. અને લીંબડીમાં પ્રાંત અધિકારી ચિંતન મીશનને લીંબડી દલિત સમાજના આગેવાનો ખુશાલભાઈ જાદવ, કરશનભાઈ ટુંડીયા, સંજયકુમાર જાદવ, સહિતનાએ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જ્યારે ચુડામાં મામલતદાર એલ.એચ.રાવલને ચુડા દલિત સમાજના આગેવાનો ભરતભાઈ મકવાણા, સુરેશભાઈ વાળોદરા, ટીકુભાઈ પરમાર, લલીતભાઈ વાણીયા સહિતનાએ આવેદન પાઠવી મોડાસા તાલુકાના સાયરા ગામે દલિત યુવતી સ્વ.કાજલબેન રાઠોડ સાથે બનેલી ઘટનાને વખોડી કાઢી હતી. ઘટના સબંધી નરાધમોને ઝડપી તથા શંકાસ્પદ ભૂમિકા ભજવનાર પી.આઈ રબારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

હળવદ | જે ન્યાય નિર્ભયા તેમજ ડો. પ્રિયંકા રેડ્ડીના ગુનેગારોને મળ્યો હતો તેવો જ ન્યાય આ અનુસૂચિત જાતિની દિકરીને આપી આ સરકાર જાતિવાદી વલણ ધરાવતી નથી તેવુ સાબિત કરે. આ ઉપરાંત જે પોલીસ તંત્રના જવાબદાર અધિકારીએ આ બનાવ મા ઢીલીનિતિ રાખી પોતાની ફરજ ચૂક કરી છે તેમને તાત્કાલિક ફરજ પર થી બરતરફ કરે તેવી અમારી હળવદ સ્વયમ્ સૈનિક દળ વતી માંગ છે હળવદ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો