તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી હાઈવે પરથી ખનીજ વહન કરતું ડમ્પર ઝડપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીના જાખણ અને કટારીયા હાઈવે પર ખનીજ વહન કરતા વાહનોનું ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં મામલતદાર પી.એસ.શાહ, પીએસઆઈ એમ.કે.ઈસરાણી સહીતની ટીમે કટારીયા-જાખણ પાસેથી પસાર થતાં ખનીજ ભરેલા ડમ્પર, ટ્રકોનું ચેકિંગ હાથ ધર્યુ઼ હતું. જેમાં જાખણના બોર્ડ પાસેથી રોયલ્ટી પાસ પરમીટ વગર રેતીનું વહન કરતું ડમ્પર ઝડપી પાડયું હતું. પકડાયેલા ડમ્પરને સીઝ કરી લીંબડી પોલીસના હવાલે કર્યું હતું. લીંબડી પોલીસે ડમ્પર માલિક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ ટ્રાફીકના નિયમોના ભંગ કરી દોડતા 7 વાહનોને ડીટેઇન કરી દંડ ફટકાવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...