તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરમાં 5 દિવસથી ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરી બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકઠો કરી ડમ્પીંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. ડોર ટુ ડોર કચરો એકઠો કરવા માટેના કોન્ટ્રાક્ટના માણસોને થોડા દિવસ અગાઉ કોઇ શખ્સોએ હુમલો કરતાં તમામ માણસો કામ મુકીને ચાલ્યા ગયા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે બીજી તરફ કચરો એકઠો કરવાની કામગીરી બંધ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

સુરેન્દ્રનગર શહેરના કુલ 11 વોર્ડમાં તેમજ મેઇન બજારમાં આવેલી દુકાનો પરથી છોટા હાથી, ટ્રેક્ટર સહીતના સાધનો દ્વારા ડોર ટુ ડોર કચરો એકઠો કરવામાં આવે છે. પરંતુ છેલ્લા પાંચેક દિવસથી આ કામગીરી બંધ હોવાથી શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યાં છે. અને મુખ્ય બજારોમાં તેમજ રહેણાંક વિસ્તારમાં કચરો અને ગંદકીના કારણે રોગચાળો પણ ફેલાવાનો ભય રહે છે અને ડોર ટુ ડોરની કામગીરી બંધ રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે બીજી તરફ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરી કરતા માણસો કૃષ્ણનગર પાસે આવેલા પાણીના સંપની આજુબાજુ વસવાટ કરે છે ત્યા઼ અમુક શખ્સો દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હોવાની તેમજ થોડા દિવસો અગાઉ માર મારવામાં આવ્યો હોવાથી તમામ માણસો કામ મુકીને તેમના વતનમાં જ ચાલ્યા ગયા છે. જો કે આ અંગે પોલીસમાં કોઇ ફરીયાદો નોંધાઇ નથી.આ અંગે પાલિકા પ્રમુખ વિપિનભા ટોળીયાએ જણાવ્યું કે આવી કોઇ માહિતી મારા ધ્યાને આવી નથી. છતાં જો કોન્ટ્રાક્ટના માણસો નહીં આવે તો આગામી સમયમાં વૈકલ્પીક વ્યવસ્થા કરી લોકોની મુશ્કેલી દુર કરાશે.

કોન્ટ્રાક્ટના માણસો પર હુમલો થતા ચાલ્યાં ગયાની ચર્ચા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો