તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશ દ્વારા વકીલોનું માન-સન્માન ન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશ દ્વારા વકીલોનું માન-સન્માન ન જાળવાતું હોવાની રાવ સાથે સુરેન્દ્રનગર વકીલ મંડળના સભ્યોએ ઠરાવ કરી અચોક્કસ મુદત સુધી એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટનો બહિષ્કાર કર્યો છે.

સુરેન્દ્રનગર વકીલ મંડળના સભ્ય બી.એમ.ત્રિવેદીએ એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.બી.પાનેરીની વિરૂદ્ધમાં વકીલ મંડળને લેખિત રજૂઆત કરી હતી. આથી સોમવારે બાર એસોસિયેશનની તાત્કાલિક બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં અન્ય વકીલોએ પણ ન્યાયાધીશ એચ.બી.પાનેરી દ્વારા વકીલોનું માન સન્માન ન જળવાતું હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત જૂનીયર વકીલો સાથે ગેરવર્તન, કોર્ટમાં બેસાડી રાખવા, મુદત ન આપવી, વકીલ હાજર હોય તો ન બોલાવે અને ગેરહાજર હોય ત્યારે બોલાવે તેવુ વર્તન કરાતું હોવાનો પણ વકીલોમાં એક સૂર ઉઠ્યો હતો. આથી સુરેન્દ્રનગર વકીલ મંડળના પ્રમુખ પ્રવિણસિંહ ઝાલા, ઉપપ્રમુખ દિગ્વીજયસિંહ ઝાલા અને રાજશ્રીબેન ત્રિવેદી, સેક્રેટરી વિપુલ જાની, જોઇન્ટ સેક્રેટરી કિશોર વસવેલીયા સહિતનાઓએ અચોક્કસ મુદત સુધી એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પ્રવેશ ન કરવાનો ઠરાવ કર્યો છે. આ ઠરાવની નકલ ડિસ્ટ્રીક્ટ જજ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને હાઇકોર્ટના ચીફ જસ્ટીસને પણ મોકલવામાં આવી છે.

આ અંગે વકીલ બી.એમ.ત્રિવેદીએ જણાવ્યું કે, ફોજદારી સિવાયના સિવીલ સહિતના કેસોમાં વકીલો અને પક્ષકારોને જાણે કોર્ટ ઉઠતા સુધીની સજા હોય તેમ ન્યાયાધીશ સાંજ સુધી બેસાડી રાખે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો