તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 23 અને 24એ બે દિવસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 23 અને 24એ બે દિવસ માટે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર આવેલા 1500થી વધુ મતદાન મથકો પર બીએલઓની હાજરીમાં મતદારોને નામ ઉમેરવા, કમી કરવા, નામ, અટક અને ફોટામાં ફેરફાર તથા સ્થળ ફેરફારની અરજીઓ લેવાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસના કેમ્પ બાદ કુલ 4854 નવા મતદારોએ નોંધણી કરાવવા અરજીઓ કરી છે. જેમાં 2222 પુરૂષ અને 2632 મહિલા મતદારોએ મતદાર કાર્ડ કઢાવવા નોંધણી કરાવી છે. બે દિવસના કેમ્પ દરમિયાન રાજ્ય ચૂંટણી વિભાગના અધિકારી અશોક માણેક, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. પંકજ વલવઇ સહિતનાઓએ મતદાન મથકોની મુલાકાત લઇ કાર્યવાહી ચકાસી હતી. ચૂંટણીમાં કોઇ લાયક મતદાર વંચીત ન રહી જાય તે માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયા પછી પણ ચૂંટણી વિભાગ દ્વારા નોંધણી ઝૂંબેશ ચાલુ રખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો