તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાંધલપુરમાં રોજગાર માટે 650 લોકોને સાધન વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલાના ધાંધલપુર ગામે સ્વરોજગારને પ્રોત્સાહીત કરવાનો અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓને સીલાઇ મશીન, નિરણ કાપવાના સુડા, ડ્રીપ વાઇન્ડર, હેન્ડ્ર ડ્રીલ, ઢોલકી સહિત વસ્તુઓ 650 જરૂરીયાતમંદોને આપવામાં આવ્યુ હતું.

હાલમાં વરસાદની ખેંચમાં અનેક શ્રમજીવી અને અતિ પછાત લોકોમાં રોજગારીનો પ્રશ્ન સતાવી રહયો છે. પૂર્વ ધારાસભ્ય સ્વ. કરમશીભાઇ મકવાણાએ ગ્રામ વિધાલય સંચાલીત લોકશાળા ધજાળા સંચાલીત સર્વોદય યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ધાંધલપુર સ્વરોજગારને પ્રોત્સાહીત કરવા 20 મહિલાઓને સીલાઇ મશીન, નિરણ કાપવાના સુડા, ડ્રીપ વાઇન્ડર, હેન્ડ્ર ડ્રીલ, ઢોલકી, શેત્રંજી, તબલા, ચાદર સહિતના સાધનો 650 જરૂરીયાતમંદોને આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સાયલા મામલતદાર, કલ્પનાબેન મકવાણા, કરશનભાઇ રાઠોડ, રાવતભાઇ, અતુલભાઇ સાવલીયા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થીત રહયા હતા.

ધાંધલપુર ગામે મહિલા અને જરૂરીયાતમંદોને સાધન વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...