તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોરાવરનગરમાં કોરોના માટે 4 દિવસ ઉકાળાનું વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આવેલા શિવલાલ આણંદજી મકાસણા ટ્રસ્ટ અને શ્રી સીતારામ આશ્રમ આરોગ્ય ધામની ટીમ દ્વારા કોરોના વાઇરસ જાગૃતિ અભિયાન હાથ ધરાયુ છે. જેમાં ચાર દિવસ સુધી લોકોને કોરોના વાઇરસ અંગે માહિતી માર્ગદર્શન અને નિશુલ્ક આયુર્વેદીક ઉકાળાનું વિતરત કરાશે

જોરાવરનગરમાં સેવાકાર્ય કરતા શિવલાલ આણંદજી મકાસણા ચેરીટેબલ ટ્રસ્ટ ટીમ દ્વારા લોકો કોરોના વાઇરસ સામે રક્ષણ મળે માટે શ્રી સીતારામ આશ્રમના આરોગ્યધામના સહયોગથી કોરોના જાગૃતિ અભિયાન હાથ ધર્યુ છે. જેમાં લોકો કોરોનાવાઇરસ સામે રક્ષણ મેળવવા શું કરવુ તે અંગે માહિતી આપવાનું આયોજન કરાયુ છે. આથી શનિવારના રોજ શરૂઆત કરાતા ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રેશભાઇ માકાસણા, નાનભા પરમાર, જીતેન્દ્રસિંહ ચાવડા, રવિરાજભાઇ પટગીર અશોકભાઇ રાવલ, પ્રકાશભાઇ પ્રજાપતિ, પૃથ્વીરાજસિંહ પરમાર સહીતનાઓ દ્વારા નિ:શુલ્ક આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરાયુ હતુ.

કોરોના વાઇરસ અંગે ડરવા કરતા જરૂરી સાવચેતીના પગલા લઇ સુરક્ષીત રહેવા અંગે નિષ્ણાંતો દ્વારા માહિતી અપાઇ હતી. જ્યારે આગામી ચાર દિવસ સુધી આયુર્વેદીક ઉકાળાનું નિશુલ્ક વિતરણ કરાશેુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો