તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર-વઢવાણમાં 36 ઔષધિમાંથી બનેલા 1 હજાર લિટર ઉકાળાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના સીતારામ આશ્રમ આરોગ્યધામ દ્વારા અવધેશ્વર મહાદેવ મંદિર, ઉમીયા મંદિર ટ્રસ્ટ, નવરંગીયા હનુમાનજી ટ્રસ્ટની મદદથી તા.12 થી 19 માર્ચ દરમિયાનઆયુર્વેદીક ઉકાળા વિતરણનું આયોજન કર્યુ છે. જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર, 80 ફુટરોડ, સહિતના વિસ્તારોમાં સ્વયંસેવકોની ટીમની મદદથી 18 કેન્દ્રો ઉભા કરી આઠ દિવસ દરમિયાન 45 હજારથી વધુ લોકોને 1000 લીટરથી વધુ ઉકાળો વિતરણ કર્યો હતો.આ સેવા કાર્ય માટે સીતારામ આશ્રમના ડો.કામલાદે, ડો. ધર્મપરકાશદાસ, રાણા વનરાજસિંહ, ભરતભાઇ વાળા, પ્રભુદાસ પટેલ, શાંતિલાલ પટેલ, અશોકભાઇ રાવલ, દામજીભાલ કાપડીયા, મહેશભાઇ લાંધણોજા અને સેવાભાવી સ્વયં સેવકોએ સેવા આપી રહ્યા છે.

સેવા

બંન્ને શહેરોમાં 18 કેન્દ્રો પર 8 દિવસમાં 45 હજારથી વધુ લોકોએ લાભ લીધો

ઉકાળામાં રોગ પ્રતિકાર શક્તિ વધારતી જડીબુટીઓ વપરાઇ

ચરક સંહિતામાં જણાવેલ ઔષધીઓ કડુ, કરીયાતુ, કડાછાલ, ટાકડાસીંગી, નાગરવોચ, ગળો, અરડુસી, લીમડાની છાલ, તુલસી, અધેડો, રાસના, સારોડી, અશ્વગંધા, ફુદીનો, હિંગ, સંચળ, સુંઠ, મરી, પીપર, લવીંગ, તજ, તમાલપત્ર, વજ, સુહાગા, અરડુસી, ચિત્રક, ચવક, ગોખરૂ, આમળા, સિંધવ, બહેડા, ખેચ્છાલ, અર્જુન છાલ, સીરીસછાલ, હરડે સહિતની આયુર્વેદીક જડી બુટીયોનો ઉપયોગ કરાયો છે. જેના એન્ટી ઓક્સડન્ટસની મદદથી માણસની રોગ પ્રતિકારક શક્તીમાં વધારો કરે છે.
અન્ય સમાચારો પણ છે...