તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાયાબિટીસના દર્દીઓએ સુગરની સાથે તણાવથી પણ દૂર રહેવંુ જોઇએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર લાયન્સ કલબ તથા લીયો કલબ દ્વારા રવિવારે ડાયાબીટીશના મેગા કેમ્પનું આયોજન કરાયુ હતુ. આ કેમ્પમાં તનાવ મુકિતથી ડાયાબીટીશ કંટ્રોલ વિશે માર્ગદર્શન આપતા બ્રહ્માકુમારી ચંદ્રીકાબેને જણાવ્યુ કે, સુગર સાથે તણાવ પણ ડાયાબીટીશ વધારવાનું કામ કરે છે. આથી ડાયાબીટીશના દર્દીઓને કલેશથી દૂર રહેવા જણાવાયુ હતુ.

ડાયાબીટીશ રોગ મટતો નથી તેને ફકત કંટ્રોલ જ કરી શકાય છે. આથી ડાયાબીટીશના દર્દીઓને ચેકઅપ અને તેના વિશે માહીતી મળી રહે તે માટે તા. 6ને રવિવારે લાયન્સ કલબ હોલ ખાતે મેગા કેમ્પનું આયોજન કરાયુ હતુ. લાયન્સ કલબના ઋષીકેશભાઇ વ્યાસ, અશોકભાઇ ધામેચા, ગોપીચંદભાઇ ડોડેંચા, તોરલ દવે, દિનેશ ગજ્જર સહિતનાઓ દ્વારા આયોજીત આ કેમ્પમાં 150થી વધુ દર્દીઓનું ડાયાબીટીશ ચેક કરાયુ હતંુ. ત્યારબાદ ડાયાબીટીશ એટલે શું, કોને થાય, તેના પ્રકાર, ઉપચાર વિશે ડો. પી.સી.શાહે વિગતો આપી હતી. આ ઉપરાંત ડાયાબીટીશમાં કેવો ખોરાક લેવાય, શું ખવાય, શું ન ખવાય, કેટલુ ખવાય તે વિશે ડાયેટ એડવાઇઝર હીરલબેન રાવલે જણાવ્યુ હતુ. ડાયાબીટીશનના દર્દીઓને જરૂરી યોગ અને કસરત વિશે યોગગુરૂ જયદીપભાઇ મહેતાએ માર્ગદર્શીત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...