પ્રતિબંધ હોવા છતાં સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં ભારે વાહનોનો રાફડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટની ગલીઓ સાંકળી હોવાથી ભારેવાહનો માર્કેટમાં જતા
ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જ્યારે દિવસભર લોકોની અવરજવરથી ધમધમતી મહેતા માર્કેટમાં ભારેવાહનો પસાર થવામાં વાર લાગતા અને ફસાઇ જવાના બનાવો બનતા લોકોના સમય અને ઇંધણનો બગાડ થતો હોવાથી ભારેવાહનોનો કડક પ્રવેશ બંધ કરાવવા લોકમાંગ ઉઠી છે.

સુરેન્દ્રનગરના હાર્દસમા વિસ્તારમાં આવેલ મહેતા માર્કેટ એ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદી કરવા આવતા લોકોની અવરજવરથી સતત ધમધમતો રહે છે. અહીંની ગલીઓ સાંકળી હોવાથી વાહનોને પસાર થવામાં સમસ્યા રહે છે. જ્યારે ભારે વાહનો આવી જાયતો રીતસર ટ્રાફિક જામ સર્જાય છે. આથી અહી ભારે વાહનો પ્રતિબંધ છે પરંતુ છતા ભારે વાહનો છેક અંદર સુધી આવતા હોવાથી બહાર નિકાળવામાં સમસ્યા રહે છે. જ્યારે સાંકળી ગલીઓ હોવાથી નાના વાહનો પણ ભારેવાહનોના કારણે ફસાતા ટ્રાફિક જામ સર્જાય છે. જેના લીધે લોકોના સમય અને ઇંધણનો બગાડ થાય છે. જ્યારે ખરીદી અર્થે આવતા લોકો અને વેપારીઓને ધુમાડાના પ્રદુષણ અને વાહનોના હોર્નના કારણે અવાજના પ્રદુષણનો ભોગ બનવુ પડી રહયુ છે. આથી વહેલી તકે મહેતા માર્કેટમાં ભારે વાહનોની પ્રવેશબંધીનો કડક અમલ કરાવવા લોક માંગ ઉઠી છે.

_photocaption_મહેતા માર્કેટની સાંકડી ગલીઓમાં ભારે વાહનો ફસાતાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...