તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંઢમાં કલેક્ટરે કરેલા આદેશ છતાં દબાણ જૈસે થે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંઢમાં સરકારી જમીન પર દબાણ કરાયું હોવાની કલેક્ટર કચેરીમાં રજૂઆત થતા એક વર્ષ પહેલા કલેક્ટરે દબાણ દૂર કરવા હૂકમ કર્યો હતો. પરંતુ હૂકમના એક વર્ષ થવા છતાં દબાણ દૂર ન થતા અરજદારે ફરી જાન્યુઆરી માસના જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન મૂકી દબાણ દૂર કરવા માંગ કરી છે.

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી મકાન અને ધાબાવાળી દુકાનો બનાવી દેવાઇ હતી. આથી દબાણ દૂર કરવા કોંઢના જયેન્દ્રસિંહ કેશુભા ઝાલાએ ધ્રાંગધ્રા નાયબ કલેક્ટર અને મામલતદારને કરેલી રજૂઆતો બાદ દબાણ દૂર ન થતા એક વર્ષ પહેલા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. જેમાં તા. 30 જાન્યુઆરી 2018ના રોજ જિલ્લા કલેક્ટરે દબાણ દૂર કરવા ધ્રાંગધ્રા નાયબ કલેક્ટર અને મામલતદારને જાણ કરવા છતાં દબાણ દૂર થયુ ન હતું. આથી જયેન્દ્રસિંહ કેશુભા ઝાલાએ જાન્યુઆરી 2019ના જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરી યોગ્ય પગલા લેવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...