તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ITI સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની કોમ્પ્યૂટર પ્રેફીસ્યનસીનું પરિણામ જાહેર કરવા માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાન્યુઆરી માસમાં આઇટીઆઇ સુપરવાઇઝર ઇન્સટ્રક્ક્ટરની કોમ્પ્યુટર પ્રેફીસ્યન્સી ટેસ્ટનું આયોજન કર્યુ હતુ. જેમાં ગુજરાતભરમાંથી ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 2 માસ થવા છતા પરીક્ષાનું પરીણામ જાહેર ન થતા સુરેન્દ્રનગરના ઉમેદવારોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી પરીણામ જાહેર કરવા માંગ
કરી હતી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આઇટીઆઇમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે વર્ષ 2020 જાન્યુઆરી માસમાં પરીક્ષાનું આયોજન કર્યુ હતુ. જેમાં ગુજરાત ભરમાંથી ઉમેદવારો સાથે સુરેન્દ્રનગરના 150થી વધુ ઉમેદવારોએ અમદાવાદ ખાતેના સેન્ટરમાં પરીક્ષા આપી હતી. જેને બે માસ થવા છતા પરીણામ જાહેર ન કરાતા સુરેન્દ્રનગરના કૃણાલભાઇ પાઠક, ગોહિલ હરિઓમ, દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રજાપતી મેહુલ સહિત ઉમેદવારોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ. જેમા જણાવ્યા મુંજબ પરીક્ષાને બે માસ છતા નિયમો અનુસાર પરીણામ જાહેર ન થતા ઉમેદવારોને પરીક્ષાની તૈયારી અંગે પરેશાની થાય છે. આથી ભરતી પ્રક્રીયામાં નડતર રૂપ તા.1-8-2018ના જીઆરનું તાત્કાલીક અને બંધારણીય રીતે ઉમેદવારોના હીતમાં નિરાકરણ લાવી પેન્ડીંગ ભરતીના ચુકાદ તાત્કાલીક ધોરણે આપી ભરતી પ્રક્રીયાના પરીણામ
જાહેર કરવા માંગ કરાઇ છે.

સુરેન્દ્રનગરના ઉમેદવારોની જિલ્લા કલેક્ટરને રજૂઆત

_photocaption_ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ઉમેદવારોએ લેખીત આવેદન પાઠવી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું પરીણામ જાહેર કરવા રજૂઆત કરી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો