તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારૈઇની સીમમાં પવનચક્કીનું કામ અટકાવવા ગ્રામજનોની માગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારૈઇ ગામની સીમજમીનમાં પવનચક્કી ઉભી કરવાનું કામ શરૂ કરાયું છે. જેને લઇને ગામની ગૌચર જમીનમાંથી રસ્તો કાઢવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ પવનચક્કીનું કામ અટકાવવા માટે કલેક્ટર કચેરીમાં લેખીત રજુઆત કરી હતી.

ધારૈઇ ગામની સીમમાં ખાગની કંપની દ્વારા પવનચક્કી ઉભી કરાઈ રહી છે. ત્યારે ગ્રામજનોએ તે અંગે અગાઉ તંત્રમાં લેખિત વાંધાઅરજી રજૂ કરવા છતાં પવનચક્કીની લાઇન નાંખવાનું કામ શરૂ કરતા રોષે ભરાયેલા ગ્રામજનો રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતા. જ્યાં આવેદન આપી બી.એમ.સાગઠીયા, સુરેશભાઇ, રમેશ મકવાણા સહિતનાઓએ રજુઆત કરતા જણાવ્યું કે આ પવનચક્કીનું કામ અટકાવવા અગાઉ રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરાઈ નથી. તેમજ પવનચક્કી સુધી જવા માટે ગૌચરની જમીનમાં આવેલી ખેતતલાવડી પણ તોડી નાંખવામાં આવી છે. તેમજ ગૌચરની જમીનમાં જ વીજપોલ ઉભા કરાયા છે અને રસ્તા કાઢવામાં આવ્યા છે. ગામમાં પશુઓની સંખ્યા વધારે છે અને પશુઓ માટેના ગૌચરની જમીનમાં પવનચક્કીનુ઼ કામ શરૂ થતાં પશુઓનું ચરીયાણ બંધ થઇ જવાની દહેશત છે.

ધારૈઇમાં પવનચક્કીનું કામ અટકાવવા ગ્રામજનોએ કચેરીમાં રજૂઆત કરી.

અન્ય સમાચારો પણ છે...