ધ્રાંગધ્રાનાં ઇ-ગ્રામ સેન્ટરોમાં સ્ટેશનરી ફાળવવા માટે માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા તાલુકાના ગામડાઓમાં કાર્યરત ઇ-ગ્રામ સેન્ટરોમાં પુરતા પ્રમાણમાં સ્ટેશનરી ફાળવવામાં ન આવતા ગ્રામ્ય વિસ્તારના અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં ખાસ કરીને 7/12, 8 અ અને હક્કપત્રક સહીતની સ્ટેશનરી આપવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા કલેક્ટર કચેરીમાં લેખીત આવેદન પાઠવ્યું હતું.

દરેક ગ્રામ પંચાયત લોકોની સુખાકારી માટે ઇ-ગ્રામ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. પરંતુ ધ્રાંગધ્રા તાલુકાના ગામડાઓમાં આવેલા ઇ-ગ્રામ સેન્ટરોમાં વિવિધ કામ માટે ફાળવાવમાં આવતી સ્ટેશનરી ન હોવાના કારણે કર્મચારીઓ અને લોકો બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી જશમતભાઇ, ભાવિનભાઇ, રાજેશભાઇ, શ્રીપાલસિંહ સહીતના વીસીઇ કર્મચારીઓએ કલેક્ટર કચેરીમાં લેખીત આવેદન પાઠવતા જણાવ્યું કે મામલતદાર કચેરીની ઇ-ધારા શાખા દ્વારા 7/12, 8 અ અને હક્કપત્રક સહીતની સ્ટેશનરી પુરતી આપવામાં આવતી નથી. આથી કામ અર્થે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કામગીરી પુરી કરી શકાતી નથી. જિલ્લા કક્ષાએથી વારંવાર 100 ટકા કામગીરી કરવા સુચના આપવામાં આવે છે પરંતુ સ્ટેશનરીના અભાવે થઇ શકતી નથી આથી આ અંગે સુચના આપી તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...