તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણ દૂધની ડેરી વાળા પુલનું કામ ઝડપથી શરૂ કરવા માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ દૂધની ડેરી પાસે આવેલા પુલ જર્જરીત બનતા તંત્ર દ્વારા પુલ પર પસાર થતાં વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ખાસ કરીને ગણપતિ ફાટસર આસપાસ રહેતા વિધાર્થીઓ અને લોકોને જીઆઇડીસીના કોઝવે થઇને જવાની ફરજ પડે છે. અને તંત્ર દ્વારા હજુ સુધી કોઇ કામગીરી શરૂ ન કરાતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, પ્રમુખ કમલેશભાઇ કોટેચા સહીતના કોંગી અગ્રણીઓએ માર્ગમકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી ઝડપથી પુલનું સમારકામ શરૂ કરી લોકોની મુશ્કેલી દુર કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...