તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુદામડા મારામારીમાં ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલાના સુદામડા ગામે જમીનના શેઢા બાબતે થયેલી તકરારમાં પાંચ શખ્સોએ તિક્ષ્ણ હથીયારથી આધેડ શખ્સને માથાના ભાગે ફરસી મારતા સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા. જયાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્તનું મોત થતા પોલીસે સુદામડામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

સુદામડામાં રહેતા ધીરૂભાઇ શાર્દુળભાઇ ભલીયાણી અને મોટાભાઇ જીલુભાઇ શાર્દુળભાઇ મોટરસાઇકલ લઇને તા. 5 જાન્યુઆરીએ વાડીએ ગયા હતા. શીવકુભાઇ વાડીએ નિશાન કરતા હતા આ દરમીયાન જીલુભાઇએ તમારી હદમાં નિશાન કરો એમ કહેતા ઉશ્કેરાયેલા ભાભલુભાઇએ જીલુભાઇના માથાના ભાગે કુહાડી મારતા મોટરસાઇકલ ઉપરથી પડી ગયા હતા. અને જીલુભાઇને બચાવવા આગળ આવેલા ધીરૂભાઇને પણ રણુભાઇએ સળીયાનો ઘા માથામાં માર્યો હતો. શીવકુભાઇએ ઘીરૂભાઇને પકડી રાખીને આલકુભાઇએ મુંઢ માર માર્યો હતો. જીલુભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતા પ્રાથમિક સારવાર બાદ રાજકોટ લઇ જવાયા હતા. પરંતુ માથાના ભાગે ગંભીર ઇજા થતા રવિવારના રોજ બપોરે 12-30 કલાકે મોત થયુ હતુ. આ બનાવની જાણ થતા પીએસઆઇ જે.એસ.ડેલા સહિતનાઓ સુદામડા દોડી ગયા હતા. અને મારામારીમાં હત્યાની કલમ ઉમેરી ગુન્હો દાખલ કરી સુદામડામાં કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

સાયલાના સુદામડા ગામમાં જમીનના શેઢા બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બાદ થયેલી મારામારીમાં તિક્ષ્ણ હથિયારોથી થયેલા હુમલામાં એક આધેડને ગંભીર ઇજા થઈ હતી. જેમાં તેઓને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું મોત નીપજતાં પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ તકેદારી રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...