તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દસાડા સીમમાંથી વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર એલસીબી ટીમે બાતમીના આધારે દસાડા - માંડલ રોડ પર આવેલા એક ખેતરમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં વિદેશી દારૂની બોટલો નંગ 106 અને દેશી દારૂ 92 લીટર સહિત કુલ રૂપિયા 21240ના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પડાયો હતો. જયારે બે આરોપીઓ પોલિસને થાપ આપીને નાસી ગયા હતા.

દસાડા માંડલ રોડ પર આવેલા રણ રિસોર્ટની પાછળ આવેલા રામાભાઇ બારોટના વેતડી નામે ઓળખાતી સીમના ખેતરમાં વિદેશી અને દેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ સહિતના સ્ટાફે રવીવારે સવારે દરોડો પાડ્યો હતો. જેમાં વીદેશી દારૂની બોટલો નંગ 106 કિંમત રૂ. 13900, દેશી દારૂ લીટર 92 કિંમત રૂ. 1840 અને મોબાઇલ નંગ 2 કિમત રૂ. 5500 મળી કુલ રૂ. 21240ના મુદામાલ સાથે આહવાના અને દસાડાના ઠાકોરવાસમાં રહેતા 20 વર્ષીય રાજુભાઇ દિલિપભાઇ પવારને ઝડપી લીધો હતો. જયારે દસાડાના વનરાજભાઇ રતુભાઇ ઠાકોર અને કિશનભાઇ ભાવુભાઇ ઠાકોર પોલીસને થાપ આપી નાસી છુટયા હતા. જિલ્લાના મોટાભાગના ગામોમાં દેશી તથા વિદેશી દારૂનું ચલણ છેલ્લા કેટલાક સમયથી વધી ગયું છે. જેના પગલે પોલીસ દ્વારા આ પ્રકારની તમામ પ્રવૃતિને નેસ્તનાબૂદ કરવા માટે કમર કસવામાં આવી રહી છે. જેના ફળ સ્વરૂપ પોલીસ દેશી તથા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...