તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ : ખાણીપીણી બજાર મટન માર્કેટ બંધ રાખવાનો આદેશ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહરેમાં કોરોના વાયરસના સાવચેતીના પગલા રૂપે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ ખાણીપીણીની લારીઓ, મટન માર્કેટ, ચીકન માર્કેટ બંધ રાખવા આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટરના આદેશને લઇને પાલિકાની ટીમ દ્વારા શનિવારે મોડી સાંજે તમામ વેપારીઓને રૂબરૂ જઇ બંધ રાખવા સુચના આપી હતી.

કોરાના વાયરસે ચીન સહીત અનેક દેશોમાં પગપેસરો કર્યો છે અને આ વાયરસે ભારતમાં દેખા દેતા સરકાર દ્વારા આરોગ્ય વિભાગને એલર્ટ કરાયું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં કોરાના વાયરસના ભયના પગલે અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ક. રાજેશ દ્વારા શહેરની તમામ ખાણીપીણીની બજારો, લારીઓ, ચીકન માર્કેટ અને મટન માર્કેટ બંધ રાખવા આદેશ જારી કર્યા છે. જેને લઇને સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યા, સેનેટરી ઇન્સ્પેક્ટર વિજયસિંહ ગોહીલ, શોપ ઇન્સ્પેક્ટર દેવાંગભાઇ શાહ સહીતની ટીમ દ્વારા શહેરની મુખ્ય બજારમાં આવેલી ખાણીપીણીના લારીધારકો તેમજ ચીકન અને મટન માર્કેટના વેપારીઓને રૂબરૂ જઇ તંત્ર દ્વારા બીજી સુચના આપવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવા સુચના આપવામાં આવી હતી.

જણાવવામાં ન આવે ત્યાં સુધી માર્કેટ બંધ રાખવું પડશે
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો