તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં યોજાનારી જન સંકલ્પ રેલી અંગે સુ.નગરમાં કૉંગ્રેસની બેઠક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ દ્વારા 28 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં જનસંકલ્પ રેલીના આયોજન થકી ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરાનાર છે. જેમાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, સોનીયા ગાંધી, ડૉ.મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી, અમિતભાઇ ચાવડા ઉપસ્થિત રહેનાર છે. આ રેલી સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિના કાર્યાલયે મનુભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં ગાંધીનગરમાં યોજાનાર રેલીમાં પદાધિકારીઓ, જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોને રેલીમાં ઉપસ્થિત રહેવા હાકલ કરી હતી. જ્યારે ગુણવંતભાઇ મકવાણાએ જણાવ્યું કે, સેન્ટ્રલ વર્કિંગ કમીટીની બેઠકનું આયોજન 1961 બાદ ગુજરાતમાં પ્રથમ વખત થઇ રહયું છે. ત્યારે રેલીમાં કાર્યકરોને લાવવા માટેની વ્યવસ્થા કરવા તથા તે અંગેની જવાબદારી તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ અને સહ કાર્યકરોને સોપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો