તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં હવેથી જન્મ-મરણના કમ્પ્યુટરાઈઝ્ડ દાખલા જ માન્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારે જન્મ મરણના દાખલા તા. 1-1-19થી ઓનલાઇન કાઢવાનો પરીપત્ર બહાર પાડયો છે. અત્યાર સુધી જિલ્લામાં નગરપાલીકા વિસ્તાર કે ગામડાઓમાં હાથે લખેલા જન્મ મરણના દાખલા આપવામાં આવતા હતા. જે પ્રથા હવે બંધ કરી કમ્પ્યૂટરાઇઝડ દાખલા આપવાનુ શરૂ કરાશે.

વર્ષ 2015થી 2018 સુધીમાં 1,68,974 એન્ટ્રી ઓનલાઇન થઇ ગઇ છે. જેમાં ઓનલાઇન એન્ટ્રી કરી અરજદારોને જન્મ મરણના દાખલામાં નામ, જન્મ તારીખ, મરણ તારીખ સહિતની વિગતો હાથથી લખીને આપવામાં આવતી હતી. પરંતુ આરોગ્ય વિભાગે પરીપત્ર જાહેર કરીને તા. 1-1-19થી જન્મ મરણના દાખલા પણ હવે ઓનલાઇન કાઢવાનું નક્કી કરાયુ છે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના સ્ટેટેટીકલ આસીસ્ટન્ટ આર.એમ.ચાવડા અને મોનીટરીંગ આસીસ્ટન્ટ શોહીલ કુરેશીએ જણાવ્યુ કે, 1-1-19થી ફરજિયાત ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત દરેક નગરપાલીકા અને ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઇન જન્મ-મરણના દાખલા કાઢી અપાશે. આ માટે ગ્રામ પંચાયતોમાં કમ્પ્યૂટર, પ્રીન્ટર, ઇન્ટરનેટ જેવી આનુષંગીક સુવિધા ઉપલબ્ધ પણ કરાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...