તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાત્રીને લઇ જૂનાગઢ જતી ટ્રેનોમાં કોચ વધશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાં શિવરાત્રી મેળાની મીની કુંભ તરીકે ઉજવણી થનાર છે. ત્યારે અમદાવાદથી જૂનાગઢ જતી બે ટ્રેનોમાં યાત્રીઓના ધસારાને પહોંચી વળવા માટે બે ટ્રેનોમાં વધારાના કોચ લગાવવાનો નિર્ણય રાજકોટ રેલવે ડીઆરએમ પી.બી.નીનાવે કર્યો છે. જેમાં ટ્રેન નંબર 22957 અને 22958 અમદાવાદથી વેરાવળ જતી અને આવતી એકસપ્રેસ ટ્રેનમાં 3 એસી, 1 સ્લીપર અને 2 જનરલ કોચ વધારાના લાગશે. આ ઉપરાંત અમદાવાદ અને વેરાવળ વચ્ચે દોડતી 19119 અને 19120 અપ અને ડાઉન ઇન્ટરસીટી ટ્રેનમાં 4 જનરલ કોચ વધુ લાગનાર છે. તા. 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી વધારાનો કોચનો લાભ લેવા શિવરાત્રીના મેળાના ભાવીકોને એક યાદીમાં જણાવાયુ છે. આ ઉપરાંત રાજકોટ સોમનાથ ટ્રેનમાં 4, દેલવાડા જૂનાગઢ ટ્રેનમાં 1 અને ધારી જૂનાગઢ ટ્રેનમાં પણ એક વધારાનો જનરલ કોચ લાગનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો