તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમયસર સિલિન્ડર ન મળતા હોવાથી નાગરિકોને મુશ્કેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનમાં ઘરવપરાશમાં વપરાતા ગેસના સીલીન્ડર સમયસર ન મળતા હોવાથી ફરીયાદો ઉઠી રહી છે. એજન્સી ધારક મનસ્વી વલણ દાખવી સમયસર સીલીન્ડરની ડીલીવરી ન આપતા હોવાનો પણ લોકો આક્ષેપ કરી રહ્યાં છે. પરિણામે લોકો સીલીન્ડર મેળવવા વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે તેમ છતાં ન મળતા હોવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

થાનમાં 8500 થી વધુ લોકો ગેસકનેક્શનોનું જોડાણ ધરાવે છે. અગાઉ થાન શહેરની ગેસ વિતરણની એજન્સી બંધ થઇ જતાં ચોટીલાની એજન્સી હેઠળ પેટા એજન્સી દ્વારા ગેસના સીલીન્ડરનું વિતરણ કરવામાં આવતું હતું પરંતુ હાલ નવી ગેસ એજન્સી આપી દેવામાં આવી છે જે કાર્યરત થઇ ગઇ હોવા છતાં લોકોને સમયસર સીલીન્ડર ન મળતા હોવાની ફરીયાદો ઉઠી રહી છે. તેમજ નવી એજન્સીને પણ પુરતા પ્રમાણમાં ગેસના સીલીન્ડર ન મળતા હોવાની વિગતો બહાર આવી રહી છે. આથી ગેસ કનેક્શન ધારકોને વહેલી સવારથી જ સીલીન્ડરો લેવા માટે લાઇનમાં ઉભા રહેવાની નોબત આવે છે. ખાસ કરીને મજૂરવર્ગના લોકોને ધંધો રોજગાર છોડીને ગેસની બોટલો લેવામાં કલાકો વેડફાઇ જાય છે જેથી તેમને આર્થીક નુકસાન સહન કરવાનો પણ વારો આવે છે. આથી લોકોની મુશ્કેલી ધ્યાને લઇ સીલીન્ડરનું વિતરણ થાય તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરાય તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...