તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચમારજની શાળાના શિક્ષકનું ગાંધીનગરમાં સન્માન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા સન્માન સમારોહ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે તા.12-01-2020 ના રોજ યોજાઇ ગયો હતો. જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કીરીટભાઇ સોલંકી, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, જેઠાભાઈ સોલંકી, કિરીટસિંહ ડાભી, પ્રો. રાજેન્દ્ર એમ જાદવ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરેક લોકોનું પંચશીલ, બંધારણ કોપી, મોમેન્ટો તેમજ આદિવાસી સમાજના પ્રતિક તીર કામઠા, કચ્છી પાઘડી, હાથવણાટનું કાપડ આપી સન્માન કરવામાં આવ્યું. આ તબક્કે 108 શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્ય મંડળ તરફથી સન્માન કરવામાં આવ્યું.જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે વઢવાણ તાલુકાના ચમારજ ગામની ચમારજ પગાર કેન્દ્ર શાળાના શિક્ષક દિનેશ રાઠોડ સાવનને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે પ્રમાણપત્ર,શિલ્ડ,સુવર્ણ ચંદ્ર મેડલ,પંચશીલ અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતુ. આ જિલ્લાના આ શિક્ષકની સિધ્ધીથી શાળા અને ગામનું નામ રોશન થતા જિલ્લાના શિક્ષણજગતમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો