સુરેન્દ્રનગરમાં ચેટી ચંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં સિંધી સમાજ દ્વારા નવ વર્ષ પર્વની ઉજવણીનું આયોજન કરાયુ હતું. જેમાં સાંજે શોભાયાત્રાનું આયોજન કરાતા શહેરના મુખ્યમાર્ગોપર શોભાયાત્રા ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા.

સિંધી સમાજના નવ વર્ષ પર્વ ચેટી ચંદની સુરેન્દ્રનગર જિલ્લા સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શોભાયાત્રાનું પણ આયોજન કરાયુ હતું. જે ડીજેના તાલે આંબેડકર ચોર, હેન્ડલુમ ચોક, ટાવર રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો પર વિવિધ ફ્લોટો સાથે ફરતા ઠેરઠેર સ્વાગત કરાયુ હતું. જેમાં જય ઝુલેલાલના નાદ સાથે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

થાન :થાનગઢમાં સિંધી સમાજ દ્વારા નવ વર્ષ ચેટી ચંદની ઉજવણી કરાઇ હતી. જેમાં ભગવાન ઝુલેલાલની શોભાયાત્રા યોજાઇ હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરતા જય ઝુલેલાલના નાદ સાથે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા.

થાનગ઼ઢમાં ચેટી ચંદ પર્વેની શોભાયાત્રા યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...