તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીએએ અને એનઆરસી બિલ દેશવિરોધી છે, રદ કરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર દલીત મુસ્લિમ એકતા મંચ દ્વારા સીએએ અને એનઆરસી બિલના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ કલેક્ટર કચેરીમાં લેખીત આવેદન પાઠવી સીએએ અને એનઆરસી બિલને રદ કરવાની માંગ કરી હતી.

કેન્દ્ સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલા સીએએ અને એનઆરસી બિલનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર દલીત મુસ્લિમ એકતા મંચ દ્વારા પણ આ બન્ને બિલના વિરોધમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને બંધારણ બચાવો, નાગરીક સુધારા કાનુન વાપસ લો, રીજેક્ટ સીએએ બિલ સહીતના પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ કલેક્ટર કચેરીમાં લેખીત આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સીએએ, એનઆરસી અને એનપીઆર એ દેશ વિરોધી બિલ છે તેને રદ કરવામાં આવે તેમજ આવા કાળા કાયદાઓના લીધે દેશના તમામ ધર્મ અને સંપ્રદાયના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. આથી આવા કાયદાઓ તાત્કાલીક રદ કરવામાં આવે તેમજ જેએનયુમાં હુમલાના કેસમાં આરોપીઓને કડક સજા કરવાની પણ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો