તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રહ્માનંદ વિદ્યાલયના વિદ્યાર્થીની ઇસરો સંસ્થાના યુવા વિજ્ઞાની કાર્યક્રમમાં પસંદગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ઇસરો સંસ્થા દ્વારા તાજેતરમાં યુવા વિજ્ઞાની કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી બાળકોએ ભાગ લીધો હતો. જેમાંની માત્ર ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ હતી. જેમાં ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરૂકુળ સંચાલિત બ્રહ્માનંદ વિદ્યાલયના સોલંકી રાહુલ રામદેવભાઇની પસંદગી થતા તેઓ ઉનાળુ વેકેશન દરમિયાન બેગ્લોરની ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં સ્પેસ સાયન્સ અને ટેકનોલોજી પરના બે અઠવાડીયાના યંગ સાઇન્ટીસ્ટ કાર્યક્રમાં ભાગ લેશે. તેમની આ સિધ્ધી બદલ શાળા અને પરીવારમાં આનંદની લાગણી છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...