તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રિદિવસીય જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જી.સી.ઇ.આર.ટી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી વઢવાણ અને બ્લોક રીસોર્સ સેન્ટર વઢવાણ દ્વારા દાદા ભગવાન ત્રિ-મંદિર સુરેન્દ્રનગરમાં ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ પર વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરાયુ છે. તા.26થી 28 સપ્ટેમ્બર દરમિયાન આયોજીત આ કાર્યક્રમ પદ્મ શ્રીમતી મુકતાબેન ડગલી તથા પ્રજ્ઞાચક્ષુ બહેનોના ઉદઘાટન કરાયુ હતું. જેમાં શહેર તથા તાલુકાની શાળાઓના 100 બાળવૈજ્ઞાનિકોએ 50થી વધુ કૃતિઓ રજૂ કરી હતી. નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ડો.પંકજભાઇ વલવાઈએ વિજ્ઞાન વિષયક વ્યાખ્યાન આપ્યુ હતું. તા.27ના રોજ સવારે 9 થી સાંજે5 કલાક સુધી પ્રદર્શન યોજાશે. જ્યારે રાત્રે 8 કલાકે શિક્ષક સંગીત કલાગ્રુપ સુરેન્દ્રનગર દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાશે. તા.28 સપ્ટેમ્બરે સવારે 9 થી બપોરે 2સુધી પ્રદર્શન યોજાશે. જેમાં બાળકો અને શિક્ષકોના નાવિન્યપૂર્ણ રચનાત્‍મક વૈજ્ઞાનિક પ્રયાસોને પ્રોત્સાહિત કરવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એમ. બારડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.એચ.ચૌધરી, ડાયટ પ્રાચાર્ય સી.ટી.ટુંડીયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.

અન્ય સમાચારો પણ છે...