તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેમ રોડ પર નિવૃત્ત પોલીસ કર્મી પર હથિયારથી હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર ખમીસાણા ડેમ રોડ પર વોર્કિંગ માટે નીકળેલા નિવૃત્ત પોલીસ કર્મી પર પાછળથી તિક્ષણ હથિયાર વડે હૂમલો કરી ઇજા પહોંચાડી અજાણ્યો શખ્સ રૂદ્રાક્ષની માળા અને ચેનની લૂંઠ ચલાવી ફરાર થઇ જતાં ફરિયાદ નોંધાઇ છે.

સુરેન્દ્રનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા સબળસિંહ સુરૂભા રાણા હાલ નિવૃત જીવન ગુજારે છે. દાળમીલ રોડ પર રહેતા સબળસિંહ રાણા તા. 11 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે ખમીસાણા બાજુ ડેમ રોડ પર વોકીંગ કરવા ગયા હતા. ત્યારે પાછળથી કોઇ શખસે તીક્ષ્ણ હથીયારથી ઇજા પહોંચાડી હતી. બનાવ બાદ તેઓ તા. 12 થી 20 ફેબ્રુઆરી સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. ત્યારબાદ આ અંગેની તેમના પુત્ર અને અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ચંદ્રસિંહ રાણાને જાણ કરી હતી. જેમાં તેઓને માર માર્યા બાદ ગળામાં પહેરેલ રૂદ્રાક્ષ મઢેલી સોનાની માળા તથા પોણા બે તોલાનો સોનાનો ચેન મળી ન આવવાનું જણાવ્યુ હતુ.

આથી આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. બનાવની વધુ તપાસ પીએસઆઇ સી.એચ.શુકલ ચલાવી રહ્યા છે. આ કેસમાં માર મારનાર શખ્સ ઝડપાય ત્યારબાદ તેણે સોનાના ચેનની લૂંટ ચલાવી છે કે કેમ કે ચેન ત્યાં પડી ગયા હતા તે અંગેની વિગતો બહાર આવે તેવી પોલીસને શકયતા છે.

અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

માળા અને સોનાની ચેનની લૂંટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો