જમીન કૌભાંડના આરોપી તત્કાલીન અધિક કલેક્ટરના રિમાન્ડ મંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા તાલુકામાં સરકારી જમીનનું ખોટુ અર્થઘટન કરી અન્ય વ્યકિતઓના નામે કરી દેવાના કેસમાં સુરેન્દ્રનગર તત્કાલીન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યા મંગળવારે એસીબી સમક્ષ સરેન્ડર થયા હતા. બુધવારે તેઓને કોર્ટમાં રજૂ કરાતા એડિશનલ સેશન્સ કોર્ટે તેમના 2 દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર કર્યા છે.

ચોટીલાના બામણબોર, જીવાપર સહિતના ડુંગરાળ વિસ્તારમાં કરોડોના ભાવની 800 એકર સરકારી જમીન ખાનગી વ્યકિતઓના નામે કરી દેવાના કેસમાં તત્કાલિન અધિક કલેક્ટર ચંદ્રકાત પંડ્યા, ચોટીલાના નાયબ કલેક્ટર વી.ઝેડ.ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે.એલ.ધાડવી સામે એસીબીમાં ગુનો દાખલ થયો હતો. આ કેસમાં ભાગેડુ જાહેર થયેલા ચંદ્રકાંત પંડ્યા હાઇકોર્ટમાં આગોતરા જામીન પર મુક્ત થવા કરેલી અરજી વિથ ડ્રો કરીને મંગળવારે નાટ્યાત્મક રીતે સુરેન્દ્રનગર એસીબી સમક્ષ હાજર થયા હતા. પરંતુ આ કેસની તપાસ રાજકોટ એસીબીના અધિકારી કરતા હોવાથી તેઓને રાજકોટ લઇ જવાયા હતા. જ્યાંથી બુધવારે સાંજે

અનુસંધાન પાના નં. 3