દુધરેજ પ્રાથમિક શાળાનં.1માં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની દૂધરેજ પ્રાથમિક શાળા નંબર.1માં તાજેતરમાં શાળાનો વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી હતી. ત્યારબાદ 115 વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર તથા ઈનામો દ્વારા અભિવાદન તથા શાળાનાં પૂર્વ વિદ્યાર્થી અને દાતા માધવલાલ પરમારનું સન્માન કરાયુ હતું. આ તકે ધોરણ.8ના વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી.આ આયોજનને સફળ બનાવવા શાળા પરીવારે પ્રયાસ કર્યા હતા.