તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળી હૉસ્પિટલમાં અદ્યતન ડેન્ટલ સેવા શરૂ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી હોસ્પિટલમાં રોજ વિવિધ રોગના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે પરંતુ હોસ્પિટલ દાંતનાં સર્જન સહિતની સુવિધા ન હોવાથી બહારથી આવતા દર્દીઓ મુશ્કેલી ભોગવવી પડતી હતી. ન છુટકે સુરેન્દ્રનગર સુધી લાંબુ થવુ પડતુ હતુ. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ડેન્ટલ કેર શરૂ કરવા માંગ કરાઇ હતી. જેથી તંત્ર દ્વારા લાખો રૂપિયા ખર્ચી નવા સાધનો વસાવી મૂળી સરકારી હોસ્પિટલ સેવાનો પ્રારંભ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આ પ્રસંગે તા.પં. પ્રમુખ દેવજી રાઠોડ, માજીપ્રમુખ રાજેન્દ્રસિંહ, અનિરૂદ્ધસિંહ, ભુપેન્દ્રસિંહ, ટેમુભા સહિતનાં ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યને સફળ બનાવવા હોસ્પિટલના ડોક્ટર સાગર પટેલ, ઓમદેવસિંહ ઝાલા સહિતનાઓએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...