તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ NSUIના આગેવાનો પરની ફરિયાદ પાછી ખેંચવા માંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણીમાં એનએસયુઆઇના ઉમેદવારો વિજેતા બન્યા બાદ એબીવીપી અને એનએસયુઆઇના કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એનએસયુઆઇના આગેવાનો સામે ખોટી ફરીયાદ કરવામાં આવી હોવાની રાવ સાથે સુરેન્દ્રનગર યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકરોએ પોલીસ વડાને લેખીત રજૂઆત કરી હતી.

એનએસયુઆઇના ઇન્દ્રવિજયસિંહ ગોહીલ અહર્નિશ મિશ્રા સામે અમદાવાદમાં થયેલી પોલીસ ફરીયાદ પાછી ખેંચવાની માંગ સાથે સુરેન્દ્રનગર યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકરો જિલ્લા પોલીસ વડાને લેખીત આવેદન પાઠવ્યું હતું. જેમાં લેખીત રજૂઆત કરતા જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ વેલ્ફેરની ચૂંટણીમાં એબીવીપીની હાર થતાં એનએસયુઆઇના કાર્યકરો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.તેમ છતાં પ્રોફેસરોએ એનએસયુઆઇના આગેવાનો સામે ખોટી ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ પોલીસ ફરીયાદ તાત્કાલીક પાછી ખેંચવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારવામાં આવી હતી. તેમજ જવાબદાર એબીવીપીના આગેવાનો સામે તાત્કાલીક પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ છે.

યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો