તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં કાકાની દુકાનેથી મોબાઇલ અને રોકડ ચોરી નાસેલો બાળક સુરેન્દ્રનગર પહોંચ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળ બિહારનો 12 વર્ષીય બાળક અમદાવાદ તેના કાકાને ત્યાં રહી તેમની દુકાનમાં મદદ કરતો હતો. બીહાર જવાની ઇચ્છાથી તે કાકાનો મોબાઇલ અને રૂપિયા લઇને ટ્રેનમાં નીકળ્યો હતો. આ બાળક સુરેન્દ્રનગર પહોંચતા ચીલ્ડ્રન હોમ દ્વારા તેના કાકાને બોલાવી બાળક પરત સોંપાયુ હતુ.

બીહારના કીશનગંજમાં રહેતો 12 વર્ષીય બાળક અમદાવાદના સરદારનગરમાં રહેતા તેના કાકાને ત્યાં રહી કાકાની બીરીયાનીની દુકાનમાં કામ કરતો હતો. પરંતુ વતન જવાની ઇચ્છા હોવાથી તે કાકાનો મોબાઇલ અને રૂપિયા 5450 લઇને ગુરૂવારે સવારે ટ્રેનમાં બેસી ગયો હતો. આ બાળક સુરેન્દ્રનગર રેલવે પોલીસને મળતા બાળકને ચાઇલ્ડલાઇન થકી ચીલ્ડ્રન હોમમાં મોકલાયુ હતુ. જેમાં ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના અધ્યક્ષા જીજ્ઞાબેન પંડયા, હોમના અધિક્ષક જયેશ સાપરા સહિતનાઓએ બાળક પાસે રહેલ મોબાઇલ પરથી તેના કાકાનો સંપર્ક કરી તેમને બોલાવી બાળકને સોંપ્યુ હતુ. બાળકને બિહાર મોકલી તેને ભણાવવાનું પણ લેખીતમાં તેના કાકા પાસેથી લેવાયુ હતુ.

જ્યારે બીજા એક બનાવમાં મહેસાણાના જોટાણામાં રહેતા 70 વર્ષીય વૃધ્ધા સુરેન્દ્રનગર આવવા ટ્રેનમાં નીકળ્યા હતા. તેઓ સુરેન્દ્રનગરના બદલે રાજસ્થાનના જયપુર પહોંચી ગયા હતા. જેમાં સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી વૃધ્ધાનું 7 દિવસ બાદ મહેસાણા તેમના પરિવારજનો સાથે મિલન કરાવાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...