તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિક્ષેત્રે નવીનતમ ટેકનોલોજી અપનાવી જોઇએ: વૈજ્ઞાનિક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીના નાનાકાંધાસર કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઇ હતી. જ્યાં નિષ્ણાંતો દ્વારા કૃષીક્ષેત્રે અપનાવાતી નવીનતમ ટેકનોલોજી સહિત ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં 423થી વધુ ખેડૂત ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગરના આત્માપ્રોજેક્ટ સહયોગથી ચોટીલાના નાના કાંધારસર કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં તા.23 થી 27 સપ્ટેબર દરમિયાન ટેકનોલોજીસપ્તાહની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે વરીષ્ઠ વૈજ્ઞાનીક એમ.એફ.ભોરણીયાએ ખેડૂત ભાઇઓ બહેનોને જણાવ્યુ કે કૃષીક્ષેત્રે આવેલ નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ વધારી અને અનિયમિત વરસાદ સમયે ટપક સિંચાઇ પધ્ધતિ ખેતીમાં રાસાયણીક ખાતરનો ઉપયોગ ઘડાટી જૈવીક ખાતરના ઉપયોગથી મહતમ ઉત્પાદન મેળવવુ જોઇએ. આ કાર્યક્રમમા સુરેન્દ્રનગર જિલ્લાભરમાંથી 423 ખેડૂત ભાઇઓબહેનોએ હાજરરહી કૃષીની નવીનતમ ટેકનોલોજી પાકની નવી જાતોના નિદર્શનની મેળવી હતી. આ આયોજનને સફળ બનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ટીમે પ્રયાસ કર્યા હતા.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...