તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદલસર ગામે IPL મેચ પર સટ્ટો રમાડતા શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | લખતરના આદલસર ગામે સુરેન્દ્રનગર એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં રોકડ, મોબાઇલ, ટીવી, સેટઅપબોક્ષ સહિતના કુલ રૂપિયા 11,510 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.

રતનપર વિસ્તારમાં રહેતા વનરાજભાઈ રામસિંગભાઇ જાદવ પોતાનાં લખતર તાલુકાના આદલસર ગામે આવેલા રહેણાંક મકાનમાં આઈ.પી.એલની ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચ પર હારજીતનો જુગાર રમાડી રહ્યાની બાતમી મળી હતી. આથી સુરેન્દ્રનગર એલ.સી.બી પીએસઆઈ વી.આર.જાડેજા સહીતની ટીમે દરોડો કર્યો હતો. જ્યાંથી રોકડ રૂ.7510, 3 મોબાઇલ કિંમત રૂ.1500, 1 ટીવી કિંમત રૂ.2000, 1 સેટઅપબોક્ષ રૂ.500 સહીત કુલ રૂ.11,510ના મુદ્દામાલ સાથે વનરાજ જાદવને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...