તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુસુચિત જાતીના યુવક-યુવતિનું યોગ તાલીમ શિબિર યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના તાલુકામાં વસતા અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલિમ શિબિરનું આયોજન કરાયુ છે. જિલ્લા તાલુકા અને ઝોનકક્ષાએ યુવક અને યુવતીઓએ નિયત કરેલા સ્થળે 4 દિવસ માટે 45 યુવક યુવતિઓનો વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિર યોજાશે. મંડળની સ્થાપના, રચનાની કાર્યપદ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા સહિતનુ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે. ભાગ લેનાર ઇચ્છુક ઉમેદવારોએ જિલ્લા યુવા વિકાસ અધિકારી બળવંતસિંહ ચૌહાણનો સંપર્ક સાધી તા. 31 ઓગસ્ટ સુધીમાં નામ નોંધાવવા એક યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...