તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલાવાડને બ્રાન્ડ બનાવવા ત્રિ-દિવસીય કોન્કલેવ યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 1 થી 3 માર્ચ દરમિયાન બિઝનેશ કોન્કલેવનું આયોજન કરાયું છે. જેમાં સુરેન્દ્રનગર ઉપરાંત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને વ્યવસાયકારોના 100થી વધુ સ્ટોલ દ્વારા ઝાલાવાડને બ્રાન્ડ બનાવવામાં આવનાર છે.

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સમગ્ર ક્ષેત્રના ઉદ્યોગ, વેપાર અને વ્યવસાયને એક જ સ્થળે લાવી તેનો વિકાસ કરી ઝાલાવાડને બ્રાન્ડ બનાવવા ત્રિદીવસીય બીઝનેશ કોન્કલેવનું આયોજન કરાયું છે. 1 થી 3 માર્ચ દરમિયાન આનંદભવનમાં યોજાનાર આ કોન્કલેવમાં વેપારી બીજા વેપારી પાસેથી માહિતી મેળવી શકે તે માટે બિઝનેશ ટુ બિઝનેશ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને વ્યવસાયકારોને સરકારની યોજના વિશે માહિતી મળે તે માટે બિઝનેશ ટુ ગવર્મેન્ટ, યુથ ડેવલોપમેન્ટ, મનહર ઉધાસ ગઝલ સંધ્યા, ઇન્વેસ્ટર અને બેંકર મીટ જેવા કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત અંતિમ દિવસે વિવિધ ક્ષેત્રના 10 મહાનુભવોને એવોર્ડ પણ અપાશે.

1મીએ કોન્કલેવના ઉદ્દઘાટનમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, બીજા દિવસે પરસોત્તમભાઇ રૂપાલા અને અંતિમ દિવસે મનસુખભાઇ માંડવીયા ઉપસ્થિત રહેશે.

સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની બેઠક યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો