તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રતનપર મેલડીમાના મંદિરે સમૂહ તાવાનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના રતનપર મુકામે આવેલ મેલડીમાતાજીના મંદિરે મોટા મેલડીમાં ગૃપ અને નાના મેલડીમાં ગૃપ દ્વારા મેલડી માતા મંદિરે સમૂહતાવાનું આયોજન કરાયુ હતું. જેમાં સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામો અને વિસ્તારના 10 હજાર ભાવિકોએ પ્રસાદ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવા ભાવેશભાઈ પ્રજાપતિ, બી.એલ.વેગડ, શુરૂભા રાપરાવાળા, ઈશ્વરભાઈ વેગડ તથા મોટા તથા નાના મેલડીમાં ગૃપ, સખી મંડળ તથા રતનપર વિસ્તારના દરેક જ્ઞાતિના આગેવાનોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...