થાન ખડપીઠ રોડ પર તૂટેલી ગટરનું સમારકામ કરાવાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાન ખડપીઠ રોડ પરના મુખ્ય રસ્તા પરની ગટર છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી તુટલી હાલતમાં હોવાથી આ વિસ્તારમાં રહેતા અંદાજે 6 હજારથી વધુ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે બુધવારે પાલિકા દ્વારા તાત્કાલીક સમારકામ હાથ ધરાયું હતું.

થાન ખડપીઠ વિસ્તારના મુખ્ય રસ્તા પર ગટર તુટી જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. તેમજ રાત્રીના સમયે પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો પણ ભય રહેતો હતો. ત્યારે દિવ્યભાસ્કરની સુરેન્દ્રનગર આવૃતીમાં તારીખ 11 ફેબ્રીઆરીના રોજ લોકોની આ સમસ્યા અંગેના સમાચાર પ્રસિધ્ધ કરાતા તંત્ર આળસ મરડીને બેઠુ થયું હતુ. અને બુધવારે સવારે જ પાલિકા દ્વારા સમારકામ માટે ટીમ મોકલી દેવામાં આવી હતી અને સાંજ સુધીમાં તુટેલી ગટરનું સમારકામ પૂર્ણ પણ કરી દેવામાં આવતા સ્થાનિકોની સમસ્યા હલ થઇ જતાં આનંદની લાગણી ફેલાઇ હતી.

15 દિવસથી લોકો હેરાન થતા હતા

અન્ય સમાચારો પણ છે...