સુ.નગર લોકસભા ચૂંટણીમાં 9 ઉમેદવારીપત્રો રદ્દ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતીમ દિવસે તા. 4ના રોજ ઉમેદવારોનો રાફડો ફાટતા 50 ઉમેદવારોએ 58 ફોર્મ ભર્યા હતા. ત્યારે તા. 5ને શુક્રવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી જિલ્લા ચૂંટણી અધિકારી કે. રાજેશ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. પંકજ વલવઇની અધ્યક્ષતામાં કરાઇ હતી. જેમાં ભાજપના શંકરભાઇ નાનુભાઇ કોળીના બે ફોર્મ, કોંગ્રેસના જગદીશભાઇ સોમાભાઇ કોળી પટેલના બે ફોર્મ, આંબેડકર સમાજ પાર્ટીના રૈયાભાઇ મંગાભાઇ રાફુકીયા, બહુજન મુકિત પાર્ટીના ધનજીભાઇ લક્ષ્મણભાઇ ચંદુરા, હિન્દુસ્તાન નિર્માણ દળના લાલજીભાઇ મગનભાઇ દેકાવડીયાનું એક ફોર્મ અને અપક્ષ ઉમેદવાર ઓઘડભાઇ સગરામભાઇ મેર, બાવળીયા સીદીકભાઇ અબુભાઇના ફોર્મ રદ્દ થયા છે.

અન્ય સમાચારો પણ છે...