દૂધમંડળીના 18 સભાસદોના વારસને 7.20 લાખની સહાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલીત સુરસાગર ડેરીમાં 1.30 લાખથી વધુ પશુપાલકો જોડાયેલા છે. દૂધ મંડળીના સદસ્યોનું અવસાન થાય ત્યારે તેમના પરિવારજનોને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે ડેરી દ્વારા સહાય કરવામાં આવે છે. જેમાં તાજેતરમાં અવસાન પામેલા 18 સભાસદોના વારસદારને રૂપિયા 40 હજાર લેખે રૂપીયા 7.20 લાખની સહાય અપાઇ હતી.

સુરસાગર ડેરીમાં જિલ્લાની 800થી વધુ દૂધ મંડળીઓ દ્વારા દૈનિક 7.25 લાખ કિલો દૂધનું સંપાદન કરવામાં આવે છે. જિલ્લામાં 1.30 લાખ પશુપાલકો સાથે જોડાયેલી ડેરીએ શ્વેતક્રાંતી રચી છે.

ડેરીનું દૂધ રાજય બહાર પણ મોકલવામાં આવે છે. આવા સમયે ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડે સભાસદ પશુપાલકનું અવસાન થાય ત્યારે તેમનો પરિવાર આર્થીક મુંઝવણ ન અનુભવે તે માટે મૃતક સભાસદના વારસદારને રૂપિયા 40 હજારની સહાય આપવાનું આયોજન કર્યુ છે. તાજેતરમાં ડેરીની દૂધ મંડળીનાઓના 18 સભાસદ પશુપાલકનું અવસાન થતા ડેરી દ્વારા સહાયના ચેક વિતરણ કરવાનું આયોજન કરાયુ હતુ.

આ પ્રસંગે ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડ, મેનેજીંગ ડિરેકટર ગુરૂદિતસીંગ, વાઇસ ચેરમેન સુરાભાઇ રબારી, કરશનભાઇ ભરવાડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...