તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોઠારિયામાં નિદાન કેમ્પનો 500 લોકોએ લાભ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવણના કોઠારીયા ગામે લાયન્સ ક્લબ ઓફ મેઇન અને લીયો ક્લબ દ્વારા રવિવારે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં તાવ, શરદી, બ્લડપ્રેશર સહીતના રોગનુ઼ં પરિક્ષણ કરવામાં આવ્યું હતું જેનો 500 થી વધુ લોકોએ લાભ લીધો હતો.

કોઠારીયા ગામની પ્રાથમિક શાળામાં સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ ઓફ મેઇન અને લીયો ક્લબના સંયુક્ત ઉપક્રમે રવિવારે સવારે 9 થી 12 કલાક દરમિયાન સર્વ રોગ નિદાન કેમ્પનુ઼ આયોજન કરવામાં આવ્યું હતું.લાયન્સ ક્લબના ઝોન ચેરમેન શંકરભાઇ બાવળીયા, અતુલભાઇ વ્યાસ, રૂદ્ર વ્યાસ, કાનજીભાઇ પઢેરીયાએ દીપપ્રાગટ્ય કરી નિદાન કેમ્પને ખુલ્લો મુક્યો હતો. જેમાં વિવિધ રોગના સ્પેશ્યલીસ્ટ ડોક્ટરો દ્વારા કોઠારીયા તેમજ આસપાસના વિસ્તારમાંથી આવેલા 500 થી વધુ લોકોના આરોગ્યનુ઼ નિદાન કરી સ્થળ પર જ સારવાર કરી દવા આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને હાલ વાયરલ ઇન્ફેક્શનને લઇ શરદી, ઉધરસ, તાવ,મેલેરીયા સહીના વિવિધ રોગનું નિદાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...