તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રતનપરમાં સ્વાઇન ફ્લૂથી 50 વર્ષીય વ્યક્તિનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રતનપરમાં રહેતા 50 વર્ષીય પુરૂષને સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. જ્યાં વિવિધ ટેસ્ટ કરાવતા સ્વાઇન ફલૂ પોઝિટિવ આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન તેમનું મોત થતા જિલ્લામાં સ્વાઇન ફલૂના લીધે મૃત્યુ આંક 3 પર પહોંચ્યો છે.

જિલ્લામાં અત્યાર સુધી 16થી વધુ વ્યકિતઓને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવ્યો હોવાનું તથા બેના મોત થયા હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે. ત્યારે સ્વાઇન ફલૂએ વધુ એક વ્યકિતનો ભોગ લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ રતનપરના અંબાજી માતાજીના મંદિર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય પુરૂષને શરદી, ઉધરસ, ગળામાં બળવાની તકલીફ થતા સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. જ્યાં ટેસ્ટ કરાવતા તેઓને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતા અંતે તેમનું મોત થયું હતું. આ અંગેની જાણ થતા આરોગ્ય વિભાગે અંબાજી માતાજીના મંદિર વિસ્તારમાં ધસી જઇને કાર્યવાહી આરંભી હતી.

જિલ્લામાં દિવસે દિવસે સ્વાઈન ફ્લૂ વધતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોઈ વ્યક્તિને શરદી, ઉધરસ, ગળામાં બળવાની તકલીફ થાય તો તરત જ હૉસ્પિટલમાંથી સારવાર લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો