‘દીકરાને જવાની જો ના પાડી હોત તો સારું હતંુ’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા નેશનલ હાઇવે પર આવેલા જોલી એન્જોય સ્વીમીંગ પુલમાં ડુબી જવાને કારણે ચુડાના સગીરનું મોત થતા ચકચાર ફેલાઇ છે. સગીરનું મોત કેવી રીતે થયુ તે અંગે અનેક અટકળો વહેતી થઇ છે.

પુત્ર ગુમાવનાર પિતા દિલીપભાઈ ટમાલીયાએ જણાવ્યુ હતુ કે કુટુંબના અને સમાજના છોકારાઓ ચોટીલા ન્હાવા માટે જતા હતા. મારો દિકરો ન્હોતો જવાનો. પરંતુ છેલ્લે છેલ્લે તે મારી પાસે આવ્યો અને કહયુ કે વેકેશન છે જવાદોને એટલે મે હા પાડી અને તે ન્હાવા માટે ગયો અને દિકરો ખોવાનો વારો આવ્યો.વોટર પાર્કવાળાએ કોઇ જાણ ન કરી તેનું તેમણે દુ:ખ પણ વ્યકત કર્યુ હતુ.

વેકેશનનો સમય ચાલતો હોય પરિક્ષાથી થાકેલા સંતાનોને હળવા ફુલ બનાવવા માટે માતા પિતા તેમને ફરવા કે મોજ મજા કરવા માટે અલગ અલગ જગ્યાઓએ લઇ જતા હોય છે. અને આથી તમામ ફરવા લાયક સ્થળો પર ભીડ જોવા મળી રહી છે. ચોટીલા નેશનલ હાઇવે ઉપર આવેલા એન્જોય સ્વીમીંગ પુલમાં પણ ધોમધખતા તાપમાં ન્હાવા માટે અનેક લોકો આવે છે. જેમાં ચુડામાં રહેતા રબારી પરિવારના અને સમાજના 10 જેટલા બાળકો રવિવારે ચોટીલાના સ્વીમીંગ પુલમાં ન્હાવા માટે ગયા હતા. જેમાં ધો.8 માં અભ્યાસ કરતા કુલદિપ દિલીપભાઇ ટમાલીયાનું મોત થયુ હતુ. સગીરનું ન્હાતા સમયે કેવી રીતે મોત થયુ તે અંગે રહસ્ય ઘેરાયુ છે. આ બનાવ અંગે પોલીસે તપાસ આરંભી છે. ..અનુસંધાન 3 પર

ચુડાના કૌટુંબિક ભાઇઓ, 10 છોકરાઓ સાથે ન્હાવા માટે ગયો હતાે
ચોટીલા હાઇવે પરની જોલીએન્જોય વોટર પાર્ક અને મૃતક કુલદીપ 10 દિવસ પહેલા જ પરંપરાગત વેશમાં પડાવેલી તસ્વીર

લોકો ભેગા થયા તો ત્યાં જઇને જોયુ તો કુલદિપ હતો
અમે બધાય સાથે અંદર ગયા હતા. પરંતુ ત્યાર બાદ બધા અલગ અલગ રાઇડમાં ન્હાતા હતા. કુલદિપ કયા હતો તેની અમને ખબર ન હતી. પરંતુ એક રાઇડમાં લોકો ભેગા થયા તો અમે પણ ત્યા દોડી ગયા અને જોયુ તો કુલદિપ હતો. આથી અમે પછી તેને સારવાર માટે હોસ્પીટલે લઇ ગયા હતા. યશ ટમાલીયા(કૌટુંબિક ભાઈ)

2 ફુટ પાણીમાં ધો.8માં ભણતો છોકરો કેમ ડૂબે?
પોલીસને પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી રહી છે કે કુલદિપનું ડુબી જવાને કારણે મોત થયુ હતુ. પરંતુ કુલદિપ જે રાઇડમાં ન્હાતો હતો તેમાં માત્ર બે ફુટ જ પાણી હતુ. તો આટલા છિછરા પાણીમાં સગીર ડુબી જાય તે વાત તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...