તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં LRDની પરીક્ષા માટે લોકલ બસોની 300 ટ્રીપો રદ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકરક્ષકની પરિક્ષાના પરિક્ષાર્થીઓને તેમના પરિક્ષાસ્થળ સુધી પહોંચાડવા તા. 5 થી 6 જાન્યુઆરી સુધી જિલ્લામાં 52,698 પરિક્ષાર્થીઓને 100થી વધુ બસોમાં 1063 જેટલી ટ્રીપો મારવામાં આવશે. આ બે દિવસો દરમિયાન લોકલ બસોની 300 ટ્રીપો રદ થવાનો ઘાટ સર્જાતા તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે.

લોકરક્ષકની તા. 6 જાન્યુઆરીએ પરીક્ષા દરમિયાન 350 જેટલી બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે. જેમાં તા. 5 થી 6 જાન્યુઆરી સુધી સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમદાવાદ જવા માટે 70 તેમજ 30 જેટલી બસો મોરબી તરફ સહિત 100 બસો દોડાવવામાં આવનાર છે. પરિક્ષાના આ બે દિવસો દરમિયાન સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ કુલ 22117 પરિક્ષાર્થીઓને 442 બસની ટ્રીપો, સુરેન્દ્રનગરથી મોરબી તરફ કુલ 14471 પરિક્ષાર્થીઓને 289 ટ્રીપો લઇ જવામાં આવનાર છે. આ ઉપરાંત અમદાવાદથી 16110 પરિક્ષાર્થીને 332 ટ્રીપો સાથે પરત સુરેન્દ્રનગર લાવવામાં આવનાર છે. જેના માટે ફ્રી ઓનલાઇન બુકિંગની સુવિધાઓ શરૂ કરાતા હાલ એસટી ડેપો પર પરિક્ષાર્થીઓની લાઇનો અનુસંધાન પાના નંબર 3

જિલ્લામાં 16110 ઉમેદવારો LRDની પરીક્ષા આપશે
સુરેન્દ્રનગર : સમગ્ર રાજયની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા. 6ને રવિવાર લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા સીધી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયુંં છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ શહેરોમાં 53 કેન્દ્રો પરથી પરિક્ષા લેવાશે. જેમાં 16,110 ઉમેદવારો હાલ નોંધાયા છે. પરિક્ષાને સુપેરે પાર પાડવા વહિવટીતંત્રે પૂરતી તૈયારીઓ કરી છે.

તા. 2 ડિસેમ્બરના રોજ રદ્દ કરાયેલ લોક રક્ષક દળની પરિક્ષા બાદ પોલીસ દળ તેમજ જેલ ખાતામાં વર્ગ-3ની જગ્યાઓ ભરવા માટે સીધી ભરતી અંગે સ્પર્ધાત્મક પરિક્ષાનું આયોજન તા. 6 જાન્યુઆરીના રોજ કરાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, લખતર અને લીંબડી પાંચ સેન્ટરો પર 53 શાળા-કોલેજોમાં પરિક્ષા લેવામાં આવનાર છે. અંદાજે 138 બ્લોકમાં બપોરના સમયે પરિક્ષા આપવા માટે હાલ 16,110 ઉમેદવારો નોંધાયા છે. પરિક્ષા સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે વહિવટી તંત્ર, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે. પરિક્ષાને ધ્યાને લઇ અધિક કલેકટર એન.ડી.ઝાલાએ પરીક્ષાર્થીઓ શાંતી પરિક્ષા આપી શકે અને કોઇ ગેરરીતી ન થાય તે માટે જાહેરનામુ પણ બહાર પાડ્યુ છે. જેમાં પરિક્ષા સ્થળો આસપાસ 100 મીટરની ત્રિજયામાં ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા આદેશ થયા છે.

અન્ય સમાચારો પણ છે...