Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધો.12 સા.પ્ર અને સાયન્સમાં ગુરુવારે 295 છાત્રો ગેરહાજર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂવારે બોર્ડની પરિક્ષામાં એકપણ કોપીકેસ નોંધાયો ન હતો. ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ સેક્રેટરીયલ પ્રેકટીસ અને ભૂગોળ તથા ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ સંસ્કૃત અને કોમ્પ્યૂટર વિષયોના પેપરો આપ્યા હતા.
બોર્ડની પરિક્ષાઓમાં ગુરૂવારે ધો. 10ના વિદ્યાર્થીઓને રજા હતી. જયારે ધો. 12ના જ પેપરો હતા. જેમાં ધો. 12 સામાન્ય પ્રવાહના સેક્રેટરીયલ પ્રેકટીસ વિષયના પેપરમાં 158 વિદ્યાર્થીઓ ગેરહાજર જણાયા હતા. અને ભૂગોળ વિષયના પેપરમાં 133 ગેરહાજર રહેતા 4562 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.
આ ઉપરાંત ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરિક્ષામાં સંસ્કૃત વિષયમાં 6 વિદ્યાર્થીઓ ગેરહાજર જણાયા હતા. અને કોમ્પ્યૂટર વિષયની પરિક્ષામાં નોંધાયેલા તમામ 416 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જયારે શુક્રવારે ધો. 10ના વિદ્યાર્થીઓ સામાજીક વિજ્ઞાન, ધો. 12 સામાન્ય પ્રવાહમાં સામાજીક વિજ્ઞાન અને વાણીજય વ્યવસ્થાના પેપરો આપશે.
કુલ 4978 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા
જિલ્લામાં એકપણ કોપીકેસ ન નોંધાયો